Name છલનાયક
Author Nilesh Rupapara
નીલેશ રૂપાપરા
Binding soft
Weight 200.0 Gram
Pages 400
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹290 ₹360

Shipping Free

ફાંસીની સજા પામેલો કેદી અંકિત ન્યુરોસાયન્ટિસ્ટ ડૉક્ટર ઝવેરીના પ્રયોગો માટે દેહદાન કરે છે. ઝવેરી પોતાના મૃત દીકરા પલાશની મેમરી અંકિતના મગજમાં ટ્રાન્સપ્લાન્ટ કરે છે. અંકિતના શરીરમાં પલાશ સજીવન તો થાય છે, પણ તરત ઝવેરીનું અપહરણ થઈ જાય છે. હવે પલાશના મનમાં જન્મે છે કેટલાય સવાલો. અંકિત અને પલાશનો દેખાવ એકસરખો હોવા છતાં પલાશને પોતાનું શરીર થોડું બદલાયેલું લાગે છે. પલાશનું મન એની પ્રેમિકા આર્યાને પામવા ઝંખે છે, પણ શરીર સાથ નથી આપતું. એનું શરીર અંકિતની પત્ની આસ્માને પામવા ઝંખે છે, પણ મન સાથ નથી આપતું. મૂંઝાયેલો પલાશ અપહૃત પિતાની ખોજમાં નીકળે છે ત્યારે એની આંતરખોજનો પણ પ્રારંભ થાય છે. પલાશની અંદર ધબકતા અંકિતને કારણે પલાશને આ ખોજ દરમિયાન રહસ્ય, રોમાંચ, પ્રેમ, આકર્ષણ, ગૂઢવાદ, વિજ્ઞાન, ધર્મ અને દર્શનના કેટલાય પડાવો પાર કરવા પડે છે. વિજ્ઞાનકથાનું કલેવર ધારણ કરીને ધસમસતી આ નવલકથા નિરૂપે છે સામાજિક કુરિવાજો સામેનું બંડ. મગજ અને શરીર વચ્ચેનો જંગ. ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો સંઘર્ષ. શુભ અને અશુભ વચ્ચેનું યુદ્ધ. - નીલેશ રૂપાપરા