Name દિલના દરવાજે દસ્તક
Author Urvish Kothari
ઉર્વીશ કોઠારી
Binding soft
Weight 200.0 Gram
Pages 100
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹75 ₹85

Shipping Free

ડૉ. આંબેડકરના બહોળા લેખન છતાં, મોટી સંખ્યામાં રહેલા તેમના ચાહકો-વાચકો-અભ્યાસીઓને તેમની આત્મકથાની ખોટ વર્તાય છે. તેમણએ આત્મકથા લખવાનો વિચાર જરૂર કર્યો હશે, પણ તેમની સામે ઉકેલ માગતા પ્રશ્નોનો ગંજ, બંધારણનાં ઘડતર અંગેનું ગંજાવર કામ, ગાંધીજી અને કૉંગ્રેસ સામેનો અવિરત સંઘર્ષ અને આજાર શરીરે કદાચ એમ થવા દીધું નહીં હોય. છેક ૧૯૯૦માં પીપલ્સ ઍજ્યુકેશન સોસાયટી દ્વારા પ્રકાશિત અને પછી ૧૯૯૩માં વસંત મૂન સંપાદિત ડૉ બાબાસાહેબ આંબેડકર: રાઇટિંગ એન્ડ સ્પીચીઝ’ના ગ્રંથ-૧રના પાંચમા ખંડમાં વેઇટિંગ ફોર વિસા’માં ડૉ. આંબેડકરનાં આત્મકથનાત્મક લખાણો છે. પછી તે સ્વતંત્ર પુસ્તિકારૂપે અંગ્રેજી અને હિંદીમાં પ્રગટ થયાં અને એ રીતે આત્મકથા નહીં તો તેના અંશ તરીકે ઉપલબ્ધ બન્યાં. દિલના દરવાજે દસ્તકમાં ડૉ આંબેડકરનાં લખાણો-પ્રવચનોના ગ્રંથ-૧૨માં પ્રગટ થયેલી ૭ ઘટનાઓ ઉપરાંત જનતાના તા ૬- ૧૧-૧૯૫૪ના અંકમાં તથા નવયુગ ના તા ૧૩-૪-૧૯૪૭ના ડૉ આંબેડકર વિશેષાંકમાં પ્રકાશિત બાબાસાહેબનાં આત્મકથનનો ગુજરાતી અનુવાદ પણ મૂકવામાં આવ્યો છે.
Other Books by same Author