Name સાર્થક જલસો-4
Author સાર્થક પ્રકાશન
Binding soft
Weight 200.0 Gram
Pages 144
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹70

Shipping Free

મહેન્દ્ર મેઘાણીનો વિગતવાર, અનેક અજાણી વાતો ઉજાગર કરતો જીવનચરિત્રાત્મક ઇન્ટરવ્યુ (ઉર્વીશ કોઠારી), લદ્દાખની રફ ટ્રિપનું તાદૃશ, સંવેદનસભર પ્રવાસવર્ણન (હર્ષલ પુષ્કર્ણા) , હું ડોક્ટર બનવા છતાં, કાર્ટૂનિસ્ટ કેવી રીતે થયો? (હેમંત મોરપરિયા), આનંદ, બાતોંબાતોંમે, છોટી સી બાત જેવી ફિલ્મોમાં કાવ્યતત્ત્વથી ભરપૂર ગીતો લખનારા યોગેશ સાથે ત્રણેક દાયકાના પરિચયના આધારે તેમના જીવનની ફિલ્મી કથા (બકુલ ટેલર), ચાલીના બાળપણમાં ધર્મ અને ધર્માંતર વિશેની યાદો (ચંદુ મહેરિયા), હસ્યા પછી વિચારવા મજબૂર કરતાં મરમિયાં (આશિષ કક્કડ), બૌદ્ધિક-કર્મશીલ પ્રો.રજની કોઠારીનાં સંભારણાં અને એ નિમિત્તે પોલિટિકલ સાયન્સ ક્ષેત્રે વડોદરાની મ.સ.યુનિવર્સિટીના માતબર પ્રદાનની વાતો (ઘનશ્યામ શાહ, સુરભિ શેઠ), અમદાવાદની દંતકથા સમી પોળોની વર્તમાન વાસ્તવિકતાનું ચોટદાર-માર્મિક આલેખન (પ્રણવ અધ્યારુ), ડોલર વિરુદ્ધ સોનાની આંતરરાષ્ટ્રિય લડાઇના ભેદભરમ સરળ શૈલીમાં (દીપક સોલિયા), ઇંગ્લેન્ડમાં લાંબા નિવાસના વિશિષ્ટ અનુભવો (ઋતુલ જોશી), તલોદમાં રેલના પાટે પાટે જીવનના આટાપાટા (અમિત જોશી), અનાવિલોકઃ અનાવિલોની ચટાકેદાર વાતો (વિવેક દેસાઇ)