Name સાગર મુવિટોન (ગીતોની સી.ડી. સાથે)
Author Biren Kothari
બીરેન કોઠારી 
Binding soft
Weight 900.0 Gram
Pages 360
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹800 ₹900

Shipping Free

પહેલી ગુજરાતી ફિલ્મ સહિત છ ભાષામાં સિત્તેરથી પણ વઘુ ફિલ્મો બનાવનારા ગુજરાતી ઉદ્યોગસાહસિક ચીમનલાલ દેસાઇના જીવનના ચઢાવઉતાર અને ભારતીય ફિલ્મઉદ્યોગમાં તેમના પ્રદાનની આ કથા છે. અઢીસોથી વઘુ તસવીરો અને ‘સાગર મુવીટોન’નાં ૭૫ દુર્લભ ગીતો ધરાવતી સીડી સાથે આ પુસ્તકમાં રજૂ કરાયેલી સામગ્રી ફક્ત એક ફિલ્મ કંપની વિશેની જ નહીં, એ સમયગાળા વિશેની ઉપયોગી અને અજાણી માહિતી પૂરી પાડે છે. મહેબૂબખાન, મોતીલાલ, અનિલ બિશ્વાસ જેવી અનેક દિગ્ગજ પ્રતિભાઓની ’નર્સરી’ બની રહેલા ’સાગર મુવિટોન’ વિશેના આ પુસ્તકને સુપરસ્ટાર આમીરખાને ‘યોગ્ય દિશામાં લેવાયેલા મોટા કદમ’ તરીકે બિરદાવ્યું છે. આ પુસ્તકમાં મૂંગી ફિલ્મોના જમાનાથી સક્રિય એવી ‘સાગર મુવીટોન’ ફિલ્મ કંપનીનું ઊંડાણભર્યંા છતાં રસપ્રદ દસ્તાવેજી આલેખન છે. સિનેમાના ઇતિહાસમાં જ નહીં, ફિલ્મમાં કોઇ પણ રીતે રસ ધરાવનારા લોકો માટે આ પુસ્તક મહામૂલી જણસ બની રહે એવું છે.
Other Books by same Author