Name શિક્ષણ થકી સશક્તીકરણ
Author Biren Kothari
બીરેન કોઠારી 
Binding soft
Weight 200.0 Gram
Pages 48
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹50 ₹60

Shipping Free

સામાજિક-આર્થિક કારણસર યુવતીઓ બારમા ધોરણ પછી અભ્યાસ પડતો મૂકી દે એ બહુ સામાન્ય વાત છે. પરંતુ નડિયાદની સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજના સ્વૈચ્છિક, સંકલબદ્ધ પ્રયાસોને લીધે નડિયાદ અને આસપાસનાં દોઢસોથી વધુ ગામની સંખ્યાબંધ યુવતીઓ કોલેજનાં પગથિયાં ચઢી શકી છે તથા સફળતાપૂર્વક ઊચ્ચ શિક્ષણ પૂરું કરી શકી છે. ગામડે ગામડે ફરીને, યુવતીઓ તથા તેમનાં પરિવારજનોને સમજાવીને, તેમને કોલેજશિક્ષણ અપાવવા-પૂરું કરાવવાની આ મથામણ જેટલી સંઘર્ષમય છે, એટલી જ પ્રેરક પણ છે. યુવતીઓ સુધી શિક્ષણને પહોંચાડવાના આ નવતર અને નિષ્ઠાવાન પ્રયોગની સફળતા ફક્ત ઉચ્ચ શિક્ષણમાં જ નહીં, તમામ પ્રકારના શિક્ષણમાં, શૈક્ષણિક સંસ્થાઓ માટે તેમ જ સામાજિક નિસબત ધરાવતી કોઇ પણ વ્યક્તિ માટે પ્રેરણાદાયી બની રહે એવી છે.
Other Books by same Author