Gujara Hua Zamana
ગુઝરા હુઆ ઝમાના
Binding soft
Weight 200.0 Gram
Pages 332
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Buy E-Book Now
ગુઝરા હુઆ ઝમાના
Name | ગુઝરા હુઆ ઝમાના |
Author | Krushnkant K K કૃષ્ણકાન્ત (કે.કે.) |
Weight 200.0 Gram
Pages 332
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Buy E-Book Now
₹240 ₹300
ફિલ્મઉદ્યોગની સો વર્ષની યાત્રામાં પાંચસોથી પણ વધુ ગુજરાતીઓએ વિવિધ ક્ષેત્રોમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. પરંતુ આ ગૌરવવંતી યાદીમાંથી ગુજરાતી ભાષામાં સંસ્મરણાત્મક આત્મકથા લખનાર એકમાત્ર અભિનેતા-દિગ્દર્શક એટલે સુરતના કૃષ્ણકાંત ભૂખણવાલા- કે.કે.
રાજ કપુર- દિલીપકુમાર- દેવ આનંદ-મઘુ બાલા જેવાં યુગસર્જક કલાકારોથી માંડીને સ્મિતા પાટિલ અને માઘુરી દીક્ષિત સુધીના કલાકારો સાથે કામ કરી ચૂકેલા ચરિત્ર અભિનેતા- દિગ્દર્શક કે.કે. ગુજરાતીમાં પણ યાદગાર ફિલ્મો બનાવી ચૂક્યા છે. તેમની સંસ્મરણાત્મક આત્મકથાનું મુખ્ય ફોકસ જુદા જુદા તબક્કે તેમના સાથી રહી ચૂકેલા મહાન કળાકારોને અને એ સમયની ફિલ્મી દુનિયાની નીતિરીતિ સંભારવાનું છે. એ દૃષ્ટિએ આત્મકથા કેવળ કે.કે.ની વાત બની રહેવાને બદલે, ફિલ્મી દુનિયાનો અને ગુજરાતના કળાજીવનનો મૂલ્યવાન દસ્તાવેજ બની રહે છે.
સંખ્યાબંધ તસવીરો ધરાવતું આ પુસ્તક વિષયની દૃષ્ટિએ ફિલ્મી હોવા છતાં, રજૂઆત કે લેખનની દૃષ્ટિએ જરાય ‘ફિલ્મી’ નથી. કારણ કે પુસ્તકના લેખનમાં કે.કે.સાહેબની શાલીનતા, બીરેન કોઠારીનું સજ્જ સંપાદન અને અપૂર્વ આશરની ગુણવત્તાસભર સાજસજ્જા ભળેલાં છે..