Name આપણો સમાજઃ સમાજશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં
Author A. M. Shah
એ. એમ. શાહ
Binding soft
Weight 200.0 Gram
Pages 176
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹140 ₹170

Shipping Free

આ પુસ્તકના લેખક અરવિન્દ મ. શાહ ભારતના, આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા, વરિષ્ઠ સમાજશાસ્ત્રી છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીની દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં સમાજશાસ્ત્રના અધ્યાપક અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ સાયન્સ રિસર્ચના નેશનલ ફૅલો હતા. આ પુસ્તક તેમના સાત લેખ અને એક ચર્ચાપત્રનો સંગ્રહ છે. આમાંના પાંચ લેખ તેમના અંગ્રેજી લેખના અનુવાદ છે અને બે લેખ તથા ચર્ચાપત્ર મૂળ ગુજરાતીમાં લખેલાં છે. આ લેખો ભારતીય સમાજશાસ્ત્રનાં વિવિધ ક્ષેત્રો આવરે છેઃ સિદ્ધાંત અને પદ્ધતિ, કુટુંબ અને લગ્ન, જ્ઞાતિપ્રથા, અસ્પૃશ્યતા અને દલિતો, ઉચ્ચ શિક્ષણ અને સંશોધન. ત્રણ લેખ અને ચર્ચાપત્ર ગુજરાતી સમાજને લગતા છે, જ્યારે ચાર લેખ બૃહદ્ ભારતીય સમાજને લગતા છે. સમાજશાસ્ત્ર, માનવવિજ્ઞાન, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, શિક્ષણ જેવા વિવિધ વિષયોના વાચકો માટે આ પુસ્તક રસપ્રદ બની રહેશે.