Name લાઇટહાઉસ
Author Dhaivat Trivedi
ધૈવત ત્રિવેદી
Binding soft
Weight 400.0 Gram
Pages 400
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Buy E-Book Now
₹290 ₹360

Shipping Free

આદર્શો, સપનાઓ, આકાંક્ષાઓ અને ક્રાંતિ જેવી લાગતી કેટલીક ભ્રમણાઓ રાતે પીધેલી શરાબના ખુમાર જેવી હોય છે. લોકશાહી આવશે એટલે દેશમાં ઘી-દૂધની નદીઓ વહેશે. લોકશાહી આવશે એટલે આપણું રાજ આવશે એવા તમામ શમણાં ભ્રમણા સાબિત થયા પછીની આ કથા છે. એક તરફ પરિવર્તન લાવવાની સંવેદનશીલ ખ્વાહિશ છે તો બીજી તરફ ક્રાંતિનો સ્વાંગ ઓઢીને ઊભેલી છલના છે. એક તરફ સપનાં અને ઉમ્મીદનો ઘુઘવાટ છે તો બીજી તરફ રાષ્ટ્રવાદના અંચળા હેઠળ છૂપાયેલા અંગત સ્વાર્થનો ઘુરકાટ છે. સત્ય અને ભ્રમની તારવણીમાં ખેલાતા સંઘર્ષની આ કથાનો એક કાંઠો ઈતિહાસને સ્પર્શે છે, તો બીજો કાંઠો ’જો’ અને ’તો’ની વચ્ચે રમતી કલ્પનાને અડે છે. એ બે કાંઠા વચ્ચે, દીમાગમાં વિચારોની આગ અને હૈયામાં મહત્ત્વાકાંક્ષાનો ઝંઝાવાત ભરીને અથડાતાં રહેતાં ઝુંઝાર પાત્રો શોધે છે, ભ્રમણાના વમળમાં ખરાબે ચડેલી જિંદગીને ચેતવતો લાઈટહાઉસનો ઉજાસ.
Other Books by same Author