Name વિસ્મય-2
Author Dhaivat Trivedi
ધૈવત ત્રિવેદી
Binding soft
Weight 200.0 Gram
Pages 136
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹275 ₹325

Shipping Free

આ લેખમાળાની એક વિશેષતા એ છે કે તેના લેખોનો અડધા અડધ જેટલો હિસ્સો મેં કથનાત્મક શૈલીમાં લખ્યો છે. મારા મનોજગતમાં સમગ્ર ઘટનાને ભજવાતી અનુભવીને મેં તેનું આલેખન કર્યું છે અને એ પ્રયાસ વાચકોને બહુ જ આકર્ષક લાગ્યો હતો... લેખના અંતે ઇતિહાસે છોડી દીધેલા જો અને તોની વચ્ચે ભાવકની સાથે લેખક તરીકે હું પણ સાક્ષીભાવે ઊભો છું. ક્યાંય કોઈનો ન્યાય તોળવાની ચેષ્ટા કર્યા વિના લેખક તરીકે મેં તથ્યોના ઉજાસમાં વાચકની સમક્ષ ઘટનાને યથાતથ ખોલી આપવાનો પ્રયાસ કર્યો છે. આજે નવલકથાકાર તરીકે મારી જો જરાક ઓળખ બંધાઈ હોય તો તેનું શ્રેય વિસ્મયની એ કથનાત્મક શ્રેણીને ફાળે જાય છે... વિસ્મય શ્રેણીનાં પુસ્તકો હવે એવા વાચકો સમક્ષ મૂકી રહ્યો છું, જેમના માટે આ વિષયો, માવજત અને શૈલી અજાણ્યાં છે. પરંતુ એમ છતાંય તેમને આ શ્રેણી ગમશે એવી મને ખાતરી છે. કારણ કે મને આપણી સૌની આંખોમાં હમેંશાં અંજાયેલા રહેતા એ નૈસર્ગિક તત્ત્વ, વિસ્મય, પર વિશ્વાસ છે. -ધૈવત ત્રિવેદી
Other Books by same Author