Name સાર્થક જલસો-11
Author સાર્થક પ્રકાશન
Binding soft
Weight 200.0 Gram
Pages 144
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹70

Shipping Free

પાંચ વર્ષની સફળ યાત્રા પછી અર્ધવાર્ષિક સાર્થક જલસો નો આ ૧૧મો અંક છે. સમૃદ્ધ, વાંચ્યાનો સંતોષ આપે એવી અને વિચારભાથું પૂરું પાડનારી વાચનસામગ્રી અત્યાર સુધીના અંકોની જેમ આ અંકની પણ વિશેષતા છે. ગાંધીજીની દોઢસોમી જન્મશતાબ્દિ નિમિત્તે પ્રકાશિત થયેલી અને થનારી ઘણી સામગ્રી કરતાં સાવ જુદા ત્રણ લેખ સાર્થક જલસો-૧૧ માં છે. ઘણાં વર્તુળોમાં દલિત લેખક તરીકે જાણીતા અને પ્રતિષ્ઠિત રાજકીય-સામાજિક અભ્યાસી ચંદુ મહેરિયાએ તેમના જીવનમાં ગાંધીજી ક્યાં અને કેવી રીતે આવતા રહ્યા તેની વાત સાવ જુદા દૃષ્ટિકોણથી આલેખી છે. જાહેર જીવનમાં દાયકાઓથી સક્રિય અને બાબુભાઈ જશભાઈ પટેલના સહાયક રહી ચૂકેલા હસમુખભાઈ પટેલે ગુજરાતના પહેલા અને છેલ્લા ગાંધીવાદી મુખ્ય મંત્રી એવા બાબુભાઈનું ચિત્ર આલેખ્યું છે. ૧૯૩૮-૩૯-૪૦ની આસપાસ ફિલ્મી જાહેરાતોમાં ગાંધીજીનો ઉપયોગ કેવી રીતે થતો હતો, તેના અજાણ્યા અને દુર્લભ નમૂના ઉર્વીશ કોઠારીએ રજૂ કર્યા છે.