Name સાર્થક જલસો-5
Author સાર્થક પ્રકાશન
Binding soft
Weight 200.0 Gram
Pages 144
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹70

Shipping Free

ગુજરાતી દિવાળી અંકોની જૂની પરંપરામાં છેલ્લાં ત્રણેક વર્ષથી સાર્થક જલસો નો પ્રવેશ નોંધપાત્ર છે. સાર્થક જલસો નો પાંચમો અંક પણ અગાઉના અંકોની જેમ ફક્ત દેખાવમાં જ નહીં, વિષયવૈવિધ્ય, લેખકોની રીતે પણ વિશિષ્ટ છે. જેમ કે, અંકનો સૌથી ટૂંકો લેખ દોઢ પાનાંનો છે, જેમાં પ્રશાંત દયાળે અનામત વિશે સિદ્ધાંતચર્ચા કરવાને બદલે, વ્યક્તિગત રીતે પોતે કરેલી પહેલ વિશે લખ્યું છે. તો અંકનો સૌથી લાંબો લેખ છત્રીસ પાનાંમાં પથરાયેલો છે. તેમાં ક્ષમા કટારિયાએ બે દાયકા પહેલાં વડોદરાની ઓએસિસ સંસ્થામાં યુવકયુવતીઓએ કેવું નમૂનેદાર કામ કર્યું, તેમાં એમને કેવા સંઘર્ષનો સામનો કરવો પડ્યો અને યુવાશક્તિ ધારે તો શું કરી શકે, તેની વિગતવાર, ભાવસભર વાત માંડી છે. આટલો લાંબો લેખ એક વાર શરૂ કર્યા પછી પૂરો જ કરવો પડે અને કદાચ ટૂંકો પણ લાગે, એવી એની રજૂઆત અને પકડ છે.