Name સાર્થક જલસો-9
Author સાર્થક પ્રકાશન
Binding soft
Weight 200.0 Gram
Pages 144
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹70

Shipping Free

સાર્થક જલસો-9 : વૈવિધ્ય, નક્કરતા અને રસાળતાની રાબેતા મુજબની જુગલબંદી અત્યાર સુધીના સાર્થક જલસો ના અંકોમાં ખાસિયત બની રહેલું વિષયોનું વૈવિધ્ય આ અંકમાં કદાચ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. અહીં કટોકટી વખતે જેલમાં ગયેલા અને પેરોલ મેળવીને લગ્ન કરનાર હસમુખ પટેલ તેમના જેલવાસનાં સંભારણાં તાજાં કરે છે. આ પ્રકારની યાદો સામાન્ય રીતે કાળો રંગ ધરાવતી હોય છે, પણ હસમુખભાઈએ જેલવાસનું જે ચિત્ર આપ્યું છે, તે પેટ પકડીને હસાવે એવું ને છતાં તમામ રાજકીય પક્ષો-સંગઠનોની ખાસિયતોને આબેહૂબ ઝીલનારું બન્યું છે. એ દૃષ્ટિએ કટોકટી વિશેના તમામ લેખોમાં કદાચ આ સૌથી અનોખો હશે. એવા જ અનોખા, પણ ગંભીર અંદાજમાં દીપક સોલિયાએ સૈનિકપ્રેમ, દેશપ્રેમ અને યુદ્ધપ્રેમ વિશેની કેટલીક ગેરમાન્યતાઓમાં ટાંકણી ખોસીને, નવેસરથી વિચારવું પડે એવા સવાલ ઉભા કર્યા છે.