જાણીતા ગુજરાતી લેખકો દીપક સોલિયા, ઉર્વીશ કોઠારી અને ધૈવત ત્રિવેદીએ કાર્તિક શાહ સાથે મળીને વર્ષ ૨૦૧૩માં સાર્થક પ્રકાશનની સ્થાપના કરી હતી. તેનોમુખ્ય ઉદ્દેશ ગુજરાતીમાં અને અપવાદરૂપે અંગ્રેજીમાં પણ ગુણવત્તાસભર પ્રકાશનોકરવાનો રહ્યો છે. દિવાળી ૨૦૧૩થી શરૂ થયેલું સાર્થક જલસોતેનું દર છ મહિને (મે અને ઓક્ટોબરમાં) નિયમિત રીતે પ્રગટ થતુંસામયિક છે. તેણે સમૃદ્ધ અને અસાધારણ વાચનસામગ્રી દ્વારાગુજરાતી સામયિકોમાં આગવું સ્થાન મેળવ્યું છે. વાચકોનાં રસરુચિ પોષાય-ઘડાય એવાંપ્રકાશનો વ્યાવસાયિક ધોરણે કરવા માટે સાર્થક પ્રકાશન સતત પ્રયત્નશીલ છે. 

Saarthak Prakashan was established by well knownGujarati writers Dipak Soliya, Urvish Kothari and Dhaivat Trivedi along withKartik Shah in 2013. Its main aim is to publish quality books in Gujaratithough some English books have also been published under Saarthak’s banner. Itssix-monthly ‘Saarthak Jalso’ has achieved a special place with its rich andunusual content. Saarthak Publication tries to cater and cultivate the taste ofreaders through meaningful publications.