Shailja Sagar
શૈલજા સાગર
Author: Ashwinee Bhatt
Original price was: ₹275.00.₹225.00Current price is: ₹225.00.
Additional information
| Binding | Soft |
|---|---|
| Weight | 200.0 Gram |
| Pages | 183 |
| ISBN | ISBN-000 |
| Availability | In Stock |
| E-Book | Not Available |
Shipping Free
Description
સ્ત્રીનું કોઈ પણ ચિત્ર દરેક પુરુષમાં અને પુરુષનું દરેક ચિત્ર સ્ત્રીમાં કંઈક ને કંઈક સંવેદન તો જગાવે છે. એ દરેક સંવેદનમાં નાનકડી વાર્તા સમાયેલી જ હોય છે. કડવા કે મીઠા ભૂતકાળની યાદ કે ભવિષ્યની કલ્પનાના અંતરંગમાં જ એ વાર્તા આકાર લે છે. ક્યારેક ક્ષણિક તો ક્યારેક દીર્ઘ કાલ સુધી એ ટકી રહે છે.
શૈલજાનું પણ કાંઈક એવું જ છે. શૈલજાને હું બરાબર ઓળખું છું. તે કાલ્પનિક છે, છતાં તેનું અસ્તિત્વ મને વરતાય છે. તેના શરીરની સુવાસ પણ હું પારખી શકું… લજ્જા સન્યાલની વાત સંદેશ અખબારની દર સોમવારની આવૃત્તિમાં છપાઈ રહી હતી ત્યારે જ શૈલજાએ મારા માનસપટ પર પ્રવેશ કર્યો હતો. રોજ સવારે, બસ સ્ટૅન્ડ પર નિયમિત ઊભેલી યુવતીની જેમ તે સમયસર આવતી…થોડી મુસાફરી તેની સાથે હું કરતો ને એ ચાલી જતી. મોકળાશ મળતાં જ મેં તેનો સંપર્ક કેળવ્યો અને તેની વાત પણ લખી.
નવલકથાનાં બધાં જ પાત્રોમાં તમને પરિચિતતા લાગશે, પણ એ અકસ્માત છે. ક્યારેક કોઈ મને કહેશે કે હું શૈલજા છું તો મને આશ્ચર્ય નહીં થાય…
-અશ્વિની ભટ્ટ














