• બીરેન કોઠારી (Biren Kothari)
  • દીપક સોલિયા (Dipak Soliya)
  • ધૈવત ત્રિવેદી (Dhaivat Trivedi)
  • કૃષ્ણકાંત (K.K.) 
  • સલિલ દલાલ (Salil Dalal)
  • ઉર્વીશ કોઠારી (Urvish Kothari)
  •  

 

 

બીરેન કોઠારી

 

Biren Kothariકેમિકલ એન્જિનિયર તરીકે આશરે અઢી દાયકા આઇ.પી.સી.એલ.માં કામ કર્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇને પૂર્ણ સમય લેખનમાં ઝંપલાવનાર બીરેન કોઠારી જીવનચરિત્રો, દસ્તાવેજીકરણ, અનુવાદ અને સંપાદનની કામગીરીના ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા અને ખ્યાતિ ધરાવે છે. રજનીકુમાર પંડ્યા સાથે મળીને અને સ્વતંત્રપણે તેમણે લખેલાં જીવનચરિત્રો અને સશોધન પુસ્તકો આ ક્ષેત્રમાં તેમની સૂઝ, ક્ષમતા અને પકડનાં ઉત્તમ ઉદાહરણ છે.

 

જન્મતારીખ 06-04-1965

 

bakothari@gmail.com

દીપક સોલિયા

 

Dipak Siloyaગુજરાતી પત્રકારત્વમાં બે દાયકાથી વધુનો અનુભવ ધરાવતા દીપક સોલિયા ‘દિવ્ય ભાસ્કર’માં ’અંતર્યાત્રા’, ’સો વાતની એક વાત’ તથા અત્યારે ’કળશ’ પૂર્તિમાં આવતી ’ક્લાસિક’ કોલમથી વધુ જાણીતા છે. વિશ્વસાહિત્યના અભ્યાસી હોવા છતાં તે અઘરામાં અઘરી વાતને એકદમ સરળતાથી, સોંસરવી રીતે રજૂ કરી શકે છે.

 

 

જન્મતારીખ : 20-07-1965

 

dipaksoliya@gmail.com

ધૈવત ત્રિવેદી

 

Dhaivat Trivediઓફશોર એન્જિનિયરિંગની ધીકતી કારકિર્દી છોડીને લેખનની મનગમતી કારકિર્દી અપનાવનાર ધૈવત ત્રિવેદી ’ગુજરાત સમાચાર’માં રોજિંદી કટાર ’ન્યૂઝ ફોકસ’ અને ’શતદલ’માં ’અલ્પવિરામ’ કોલમ સહિતની અનેકવિધ જવાબદારી સંભાળે છે.  ’લાઇટહાઉસ’ અને અત્યારે ગુજરાત સમાચારની ’રવિપૂ્ર્તિ’માં ચાલતી ’સમરહિલ’ જેવી નવલકથાઓ ઉપરાંત તેમની અગાઉની કોલમ ’વિસ્મય’ અને ’વિવર્તન’ બેહદ લોકપ્રિય બની હતી.

 

જન્મતારીખ : 01-09-1976

 

dt061109@gmail.com

 

કૃષ્ણકાંત

 

kkછ દાયકા જેટલી લાંબી ફિલ્મ કારકિર્દી ધરાવતા સુરતના કૃષ્ણકાંત ભૂખણવાળા (કેકે) હિંદી અને ગુજરાતી ફિલ્મઉદ્યોગના અનેક પ્રવાહોના સક્રિય પાત્ર અને સાક્ષી રહ્યા છે. ચરિત્ર અભિનેતા અને દિગ્દર્શક તરીકે દીર્ઘ છતાં બેદાગ કારકિર્દી ધરાવતા કેકેસાહેબની અભિવ્યક્તિમાં તેમના વ્યક્તિત્વની શાલીનતા છલકાય છે. ’ગુઝરા હુઆ ઝમાના’ તેમણે લખેલું એકમાત્ર પુસ્તક છે.

 

જન્મતારીખ 15 -09- 1922

 

સરનામું : ૪૦૧, દેવદર્શન એપાર્ટમેન્‍ટ, સીટીલાઈટ એરીયા, પારલે પોઈન્ટ, સુરત-395007 (R) 0261-2259309

 

સલિલ દલાલ

 

SalilDalal1ગુજરાતી અખબારોમાં ’ફિલમની ચિલમ’ અને ’ટાઇમ પ્લીઝ’ દ્વારા ફિલ્મ- ટીવીની કોલમને નવું પરિમાણ આપનારા સલિલ દલાલ ત્રણ દાયકાથી પણ વધુ સમયથી કટારલેખનમાં સક્રિય છે. હાલમાં તે સપરિવાર કેનેડા રહે છે. શૈલીની રસાળતામાં સહજતાથી પરોવાયેલી અનેકવિધ વિગતો અને રસાળ-પ્રવાહી લેખન સલિલભાઈના લખાણની આકર્ષક વિલક્ષણતા છે.

 

જન્મતારીખ-01-12-1950

 

saleelhb@gmail.com

 

ઉર્વીશ કોઠારી

 

Urvish Kothari1995થી પત્રકારત્વ-લેખનમાં સક્રિય ઉર્વીશ કોઠારી ’ગુજરાત સમાચાર’ માં અઠવાડિયામાં ત્રણ સાવ જુદા પ્રકારોની કોલમ લખે છેઃ રવિપૂર્તિમાં  ’નવાજૂની’, ’શતદલ’માં ’બોલ્યુંચાલ્યું માફ’ અને મંગળવારના તંત્રીપાને  ’દૃષ્ટિકોણ’. ગંભીર વિષયોની તલસ્પર્શી રજૂઆત જેટલી જ સહજતાથી તે હાસ્યલેખન પણ કરે છે. જૂનું ફિલ્મસંગીત, કાર્ટૂનકળા, ટેકનોલોજી ઉપરાંત સામાજિક નિસબતના અનેક વિષયો તેમને પોતીકા લાગે છે.

 

જન્મતારીખ : 04-02-1971

 

uakothari@gmail.com