64, સમરહિલ

ધૈવત ત્રિવેદી

64 Summerhill Cover Photo‘ઉમતા જૈન દેરાસરની અમૂલ્ય મૂર્તિ ચોરનાર છપ્પનસિંહ ઝડપાયો’ એવા ત્રણ કોલમના એક સમાચારમાંથી સાંપડેલી આ કથા સસ્પેન્સ પણ છે અને થ્રીલર પણ છે. તેમાં પ્રાચીન જ્ઞાનનાં વિસરી જવાયેલાં રહસ્યોની બેબાક ઉત્તેજના છે અને આઘુનિકતાની સરણ પર ચડીને તવાયેલી લાલચોળ ઉત્સુકતા પણ છે.

 

‘ગુજરાત સમાચાર’ની ‘રવિપૂર્તિ’ના સંખ્યાબંધ વાચકોને ૬૧ અઠવાડિયાં સુધી ઉજાગરા કરાવનાર આ નવલકથાનો વ્યાપ સમય અને ભૂગોળના, ઇતિહાસ અને વિજ્ઞાનના અનેક અંતરાલોને સાંધે છે. હજારો વર્ષ પહેલાંના અનામ ભારતીય ચિંતકોએ મેળવેલી સંપર્કવિદ્યા અને ઇન્ટરનેટ, મોબાઇલ એપ્લિકેશન્સ જેવા અત્યાઘુનિક જ્ઞાનને સાંકળતી આ કથા તેના તદ્દન મૌલિક પ્લોટના કારણે અચંબિત કરે છે, તો તેની ભાષા અને માનવજતની વિશિષ્ટતાને લીધે ચકિત પણ કરે છે.

 

 

સાઇઝઃ 8.5″ X 5.5″
પાનાં : 466
કિંમત : ₹  400 (10%  OFF) ₹ 360

(ભારતભરમાં પોસ્ટેજ ફ્રી)
Buy Now