સિદ્ધાર્થ : એક ક્લાસિક કૃતિ

દીપક સોલિયા

Siddharthભારતીય સંસ્કૃતિ વિશે વિદેશી લેખકો દ્વારા લખાયેલાં સૌથી જાણીતાં અને ઊંડાણભર્યાં પુસ્તકોમાં હર્મન હેસની ‘સિદ્ધાર્થ’નો સમાવેશ થાય છે. આ પુસ્તક ગૌતમ બુદ્ધના જીવનકાળમાં થઇ ગયેલા એક કાલ્પનિક પાત્રની જીવનયાત્રા છે, પરંતુ દરેક વાચક કોઇ ને કોઇ રીતે એ પાત્રની યાત્રા સાથે પોતાના જીવનને સાંકળી શકે છે. કારણ કે મામલો  સુખ, સફળતા, સ્વસ્થતા અને શાંતિ મેળવવાનો છે.

 

પુસ્તકના કેન્દ્રમાં રહેલો સવાલ છે : સુખ-દુઃખ, પાપ-પુણ્ય, સફળતા-નિષ્ફળતા વચ્ચે જિંદગી સતત ફંગોળાતી રહેવાની. આ બધા વચ્ચે માણસ પોતાનાં શાંતિ અને સ્વસ્થતા કઇ રીતે જાળવી શકે? કોઇ રૂપાળો સાધુ જ્યારે સુંદરતમ સ્ત્રીને ગુરુપદે સ્થાપે ત્યારે શું થાય? સફળતા નાટ્યાત્મક લાગે તો પણ અસલમાં એ નાટ્યાત્મક નથી હોતી. એ તો ફક્ત કેટલીક વિશેષતાના મિશ્રણનું પરિણામ હોય છે. કઇ છે એ વિશેષતાઓ?

 

આવા અનેક ગહન સવાલોમાં ઊંડી ઉતરતી નવલકથાનો આ અનુવાદ-રસાસ્વાદ છે. જટિલમાં જટિલ વિષયની સરળ રજૂઆત માટે જાણીતા દીપક સોલિયાની કલમ તમામ સ્તરના વાચકોના મનનો તાર કૃતિના અને જીવનના હાર્દ સાથે જોડી આપે છે.

 

સાઇઝ : 9” x 5”

પાનાં : 122

 

કિંમત ` 130 (+ ` 20  પોસ્ટ/કુરિયર ચાર્જ. કુલ ` 150)

Buy Now