siddharth title single

હર્મન હેસની વિશ્વવિખ્યાત નવલકથા ’સિદ્ધાર્થ’નો સરળ-સચોટ ગુજરાતી અનુવાદ અને વધુ વિચારવા પ્રેરતી પ્રકરણવાર નોંધો સુખ-દુઃખ, પાપ-પુણ્ય, સફળતા-નિષ્ફળતા વચ્ચે જિંદગી સતત ફંગોળાતી રહેવાની. આ બધા વચ્ચે માણસ પોતાનાં શાંતિ અને સ્વસ્થતા કઇ રીતે જાળવી શકે? કોઇ રૂપાળો સાઘુ જ્યારે સુંદરતમ સ્ત્રીને ગુરુપદે સ્થાપે ત્યારે શું થાય? સફળતા નાટ્યાત્મક લાગે તો પણ અસલમાં એ નાટ્યાત્મક નથી હોતી. એ તો ફક્ત કેટલીક વિશેષતાના મિશ્રણનું પરિણામ હોય છે.

 

કઇ છે એ વિશેષતાઓ? આવા અનેક ગહન સવાલોમાં ઊંડી ઉતરતી અને રસ્તો ચીંધતી નવલકથાનો અનુવાદ-રસાસ્વાદ