કેટલાક સમાચાર એવા હોય છે, જે આપવાની અત્યંત તાલાવેલી હોય, મનમાં મીઠો ઉચાટ હોય અને તેના માટેના યોગ્ય સમયની પ્રતીક્ષા હોય.

‘સાર્થક પ્રકાશન’ની શરૂઆત એ તમને સૌને આપવાના એવા સમાચાર છે.

 

 

અમે ત્રણ મિત્રો દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી અને હું- અમે ત્રણે લાંબી ગડમથલ પછી પુસ્તક પ્રકાશન માટે સહિયારી પહેલ ’સાર્થક પ્રકાશન’ના નામે શરૂ કરી રહ્યા છીએ. ૬ એપ્રિલ, ૨૦૧૩ના શનિવારની સાંજે રા.વિ.પાઠક સભાગૃહ, સાહિત્ય પરિષદમાં સાર્થક પ્રકાશન અને તેના નેજા હેઠળનાં પહેલાં ચાર પુસ્તક પ્રગટ થશે.

 

૧. લાઇટહાઉસ- ધૈવત ત્રિવેદી
(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં હપ્તાવાર પ્રગટ થયેલી રોમાંચક નવલકથા)
સાઇઝ- ૮.૫ ઇંચ બાય ૫.૫ ઇંચ,
પાનાં- આશરે ૪૦૦
કિંમત- રૂ.૩૨૫

 

૨. ગાતા રહે મેરા દિલ- સલિલ દલાલ
(૯ ફિલ્મી ગીતકારોનું જીવનકવન, પુનઃમુદ્રણ)
સાઇઝ- ૯.૭૫ ઇંચ બાય ૭.૫ ઇંચ, પાકું પૂંઠું
પાનાં- ૧૫૬
કિંમત- રૂ.૨૫૦

 

૩. ગુજરા હુઆ જમાના- કૃષ્ણકાંત (કે.કે.)
(ફિલ્મ અભિનેતા-નિર્દેશક કે.કે.નાં રાજ કપુરથી રાજેશ ખન્ના અને મધુબાલાથી માધુરી દીક્ષિત સુધીની ફિલ્મી સફરનાં સંભારણાં અને સંખ્યાબંધ તસવીરો. સંપાદનઃ બીરેન કોઠારી)
સાઇઝ- ૮.૫ ઇંચ બાય ૫.૫ ઇંચ,
પાનાં- આશરે ૩૦૦
કિંમત- રૂ. ૩૦૦

 

૪. સરદારઃ સાચો માણસ, સાચી વાત- ઉર્વીશ કોઠારી
(સરદાર પટેલના જીવન-કાર્યનાં ઓછાં જાણીતાં પાસાંનું વિવરણ-વિશ્લેષણ, પુનઃમુદ્રણ)
સાઇઝ- ૯.૭૫ ઇંચ બાય ૭.૫ ઇંચ, પાકું પૂંઠું
પાનાં- ૧૫૦
કિંમત – રૂ.૨૫૦

 

આ પુસ્તકો ખરીદવા ઇચ્છતા મિત્રો અત્યારે ફક્ત પોતાનાં નામ-સરનામું-મોબાઇલ નંબર- ઇ-મેઇલ એડ્રેસ મોકલીને પુસ્તકનું બુકિંગ કરાવી શકે છે.

 

૬ એપ્રિલ, ૨૦૧૩ સુધી પુસ્તકોનું બુકિંગ કરાવનારને ઉપર જણાવેલી કિંમત પર ૨૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે. ચારેય પુસ્તકો ખરીદવા ઇચ્છતા મિત્રોને રૂ.૧,૧૨૫ની કિંમતનાં આ પુસ્તકો ફક્ત રૂ.૮૦૦માં મળશે. પોસ્ટેજ અલગથી ગણાશે.

 

પુસ્તકોનું બુકિંગ કરાવવા માટે પોસ્ટલ એડ્રેસ અને ઇ-મેઇલ અહીં આપ્યું છે. આગોતરું બુકિંગ કરાવનારા મિત્રો સમારંભના સ્થળેથી પણ નોંધાવેલાં પુસ્તકો મેળવી શકશે. કાર્યક્રમમાં હાજર રહી ન શકનારા મિત્રો કાર્યક્રમ પછી SAARTHAK PRAKASHAN ના નામનો ચેક અથવા ડી.ડી. પોસ્ટલ એડ્રેસ પર મોકલે, એટલે તેમને પુસ્તકો મોકલી આપવામાં આવશે. આ સિવાય સાર્થક પ્રકાશનના એચ.ડી.એફ.સી. બેન્કના ખાતામાં રૂપિયા જમા કરાવીને પણ પુસ્તકો મેળવી શકાશે.

 

સાર્થક પ્રકાશન
૩, રામવન, નિર્માણ હાઇસ્કૂલ પાસે, ૬૭, નેહરુપાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ -૩૮૦૦૧૫
ઇ-મેઇલ spguj2013@gmail.com

***

 

સારા વાચનની ભૂખ સંતોષે અને સુરુચિ પોષે- ઘડે એવી વાચનસામગ્રી પૂરી પાડવી એ સાર્થક પ્રકાશનનો મુખ્ય આશય છે. કશા લાંબપહોળા દાવા વિના, અમે જવાબદારીપૂર્વક પ્રકાશન પ્રવૃત્તિ આગળ વધારવા અને સારાં પુસ્તકો આપવા પ્રયાસ કરીશું. તેમાં તમારા (કાયમ હોય છે એવા) હૂંફાળા સહકારની આશા અને ખાતરી છે.

 

’સાર્થક પ્રકાશન’ મિત્રો કાર્તિક શાહના ટેકનિકલ માર્ગદર્શન અને ઉત્તમ ડીઝાઇનર અપૂર્વ આશર વિના શક્ય બન્યું ન હોત. એવી જ રીતે, અમારી આખી મિત્રમંડળી પણ અમારી પડખે હોય જ.

 

૬ એપ્રિલના કાર્યક્રમની વધુ વિગતો જણાવતા રહીશું. દરમિયાન, તમારા પ્રતિભાવોની (અને આગોતરાં બુકિંગની પણઃ-) પ્રતીક્ષા રહેશે. અત્યારે તમારે ફક્ત નામ-સરનામું-ખરીદી માટે પસંદ કરેલા પુસ્તક એટલું જ જણાવવાનું છે.