સાગર મુવીટોન

બીરેન કોઠારી

Sagar Gujaratiપહેલી ગુજરાતી ફિલ્મ સહિત છ ભાષામાં સિત્તેરથી પણ વઘુ ફિલ્મો બનાવનારા ગુજરાતી ઉદ્યોગસાહસિક ચીમનલાલ દેસાઇના જીવનના ચઢાવઉતાર અને ભારતીય ફિલ્મઉદ્યોગમાં તેમના પ્રદાનની આ કથા છે. અઢીસોથી વઘુ તસવીરો અને ‘સાગર મુવીટોન’નાં ૭૫ દુર્લભ ગીતો ધરાવતી સીડી સાથે આ પુસ્તકમાં રજૂ કરાયેલી સામગ્રી ફક્ત એક ફિલ્મ કંપની વિશેની જ નહીં, એ સમયગાળા વિશેની ઉપયોગી અને અજાણી માહિતી પૂરી પાડે છે.

 

મહેબૂબખાન, મોતીલાલ, અનિલ બિશ્વાસ જેવી અનેક દિગ્ગજ પ્રતિભાઓની ’નર્સરી’ બની રહેલા ’સાગર મુવિટોન’ વિશેના આ પુસ્તકને સુપરસ્ટાર આમીરખાને ‘યોગ્ય દિશામાં લેવાયેલા મોટા કદમ’ તરીકે બિરદાવ્યું છે. આ પુસ્તકમાં મૂંગી ફિલ્મોના જમાનાથી સક્રિય એવી ‘સાગર મુવીટોન’ ફિલ્મ કંપનીનું ઊંડાણભર્યું છતાં રસપ્રદ દસ્તાવેજી આલેખન છે.

 

સિનેમાના ઇતિહાસમાં જ નહીં, ફિલ્મમાં કોઇ પણ રીતે રસ ધરાવનારા લોકો માટે આ પુસ્તક મહામૂલી જણસ બની રહે એવું છે.

 

સાઇઝ : 8” x 8.5”
પાનાં : 360

 

કિંમત ` 900 810 (10% Off) (ભારતભરમાં પોસ્ટેજ ફ્રી)

Buy Now