SalilDalal1ગુજરાતી અખબારોમાં ’ફિલમની ચિલમ’ અને ’ટાઇમ પ્લીઝ’ દ્વારા ફિલ્મ અને ટીવીની કોલમને નવું પરિમાણ આપનારા અને રસાળ-પ્રવાહી લેખન માટે વિખ્યાત સલિલ દલાલ ત્રણ દાયકાથી પણ વધુ સમયથી કટારલેખનમાં સક્રિય છે. હાલમાં તે સપરિવાર કેનેડા રહે છે.ફિલ્મો વિશેનું લખાણ એટલે ગલગલિયા કરાવતા મોં-માથા વિનાના નર્યા ગપગોળા એવા પ્રચલિત ખ્યાલને બદલવામાં સલિલ દલાલના ત્રણ દાયકાના લેખનનો વિશેષ ફાળો છે.

શૈલીની રસાળ સહજતામાં પરોવાયેલી માહિતી પ્રચૂરતાના જરાય ભાર વગર પચતી રહે એ સલિલભાઈના લખાણની આકર્ષક વિલક્ષણતા છે. ભાષાની શિષ્ટતા,વિષયની સજ્જતા અને વિગતોની ચોક્સાઈ એ સલિલ દલાલની ઓળખ રહી છે. ત્રણ દાયકાથી વિવિધ સ્તરે પથરાયેલા તેમના લાખો ચાહકો તેનું પ્રમાણ છે.