Dipak Siloyaગુજરાતી પત્રકારત્વમાં બે દાયકાથી વધુનો અનુભવ ધરાવતા દીપક સોલિયા  ‘દિવ્ય ભાસ્કર’માં ’અંતર્યાત્રા’, ’સો વાતનીએક વાત’ તથા અત્યારે ’કળશ’ પૂર્તિમાં આવતી ’ક્લાસિક’ કોલમથી વધુ જાણીતા  છે. અઘરામાં અઘરી વાતને એકદમ સરળતાથી, સોંસરવી રીતે રજૂ કરી શકવાની દીપકની ક્ષમતા કાબિલેદાદ છે. મુંબઈના ગુજરાતી પત્રકારત્વમાં ઘડાયેલા દીપક પાસે વ્યાપક અનુભવ છે, ઘટનાની આરપાર જઈ શકતી વિલક્ષણ દૃષ્ટિ છે અને ઘટનાને સ્પર્શી શકતી સંવેદના પણ છે. સંપાદક તરીકે એ નવીનતાના આગ્રહી છે તો લેખક તરીકે સહજતા પણ એટલાં જ આગ્રહપૂર્વક એમને વરેલી છે. વિશ્વ-સાહિત્ય સાથેનો ગાઢ નાતો ધરાવતા દીપકના લખાણમાં વૈશ્વિક દૃષ્ટિકોણ અને ઘરેલુ લાગણીનો વિલક્ષણ સમન્વ્ય છે.