જ્યાં જ્યાં હસે એક ગુજરાતી

ઉર્વીશ કોઠારી

Jya Jya Hase Ek Gujarati

આ પુસ્તક ગુજરાત અને ગુજરાતીઓની લાક્ષણિકતાઓ અને તેમની વિશિષ્ટતાઓનો ઓચ્છવ છે. તેમાં ગુજરાતીઓની ખાણીપીણી, રહેણીકરણી, ટેવોકુટેવો,ઇતિહાસ-વર્તમાન, ભાષા-સાહિત્ય, પ્રગતિ-અવળી ગતિ, નાગરિકો-નેતાઓ જેવા અનેક વિષયો પરની હાસ્ય-વ્યંગથી ભરપૂર અઢળક સામગ્રી ઠાંસી ઠાંસીને ભરેલી છે. ‘નિર્દોષ-નિર્દંશ’ પ્રકારના અહિંસક નિબંધથી માંડીને તમતમતા રાજકીય કટાક્ષ જેવા જુદા જુદા હાસ્યપ્રકારો પણ આ પુસ્તકમાં વાંચવા મળે છે.

 

ગુજરાત અને ગુજરાતીઓની ખાસિયતો અને મર્યાદાઓને, મિથ્યા ગૌરવ કે બિનજરૂરી કટુતા વિના, હસતાં-હસાવતાં આલેખવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

 

સાઇઝઃ 8.5″ X 5.5″
પાનાં : 184

કિંમત : ₹ 150 (10% ટકા OFF) ₹ 135

(ભારતભરમાં પોસ્ટેજ ફ્રી)
Buy Now