ગુઝરા હુઆ ઝમાના

કૃષ્ણકાંત (કે.કે)

Guzra Hua Zamana

ફિલ્મઉદ્યોગની સો વર્ષની યાત્રામાં પાંચસોથી પણ વઘુ ગુજરાતીઓએ વિવિધ ક્ષેત્રોમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. પરંતુ આ ગૌરવવંતી યાદીમાંથી ગુજરાતી ભાષામાં સંસ્મરણાત્મક આત્મકથા લખનાર એકમાત્ર અભિનેતા-દિગ્દર્શક એટલે સુરતના કૃષ્ણકાંત ભૂખણવાલા- કે.કે.

 

રાજ કપુર- દિલીપકુમાર- દેવ આનંદ-મઘુ બાલા જેવાં યુગસર્જક કલાકારોથી માંડીને સ્મિતા પાટિલ અને માઘુરી દીક્ષિત સુધીના કલાકારો સાથે કામ કરી ચૂકેલા ચરિત્ર અભિનેતા- દિગ્દર્શક કે.કે. ગુજરાતીમાં પણ યાદગાર ફિલ્મો બનાવી ચૂક્યા છે. તેમની સંસ્મરણાત્મક આત્મકથાનું મુખ્ય ફોકસ જુદા જુદા તબક્કે તેમના સાથી રહી ચૂકેલા મહાન કળાકારોને અને એ સમયની ફિલ્મી દુનિયાની નીતિરીતિ સંભારવાનું છે. એ દૃષ્ટિએ આત્મકથા કેવળ કે.કે.ની વાત બની રહેવાને બદલે, ફિલ્મી દુનિયાનો અને ગુજરાતના કળાજીવનનો મૂલ્યવાન દસ્તાવેજ બની રહે છે.

 

સંખ્યાબંધ તસવીરો ધરાવતું આ પુસ્તક વિષયની દૃષ્ટિએ ફિલ્મી હોવા છતાં, રજૂઆત કે લેખનની દૃષ્ટિએ જરાય ‘ફિલ્મી’ નથી. કારણ કે પુસ્તકના લેખનમાં કે.કે.સાહેબની શાલીનતા, બીરેન કોઠારીનું સજ્જ સંપાદન અને અપૂર્વ આશરની ગુણવત્તાસભર સાજસજ્જા ભળેલાં છે..

 

સાઇઝ : 8,5” x 5.5”

પાનાં : 332

 

કિંમત ` 300 270 (10% Off) (ભારતભરમાં પોસ્ટેજ ફ્રી)

Buy Now