UrvishKothari1995થી પત્રકારત્વ-લેખનમાં સક્રિય ઉર્વીશ કોઠારી ’ગુજરાત સમાચાર’માં અઠવાડિયામાં ત્રણ સાવ જુદા વિષયો-પ્રકારોની કોલમ લખે છેઃ રવિપૂર્તિમાં  ’નવાજૂની’, ’શતદલ’માં ’બોલ્યુંચાલ્યું માફ’ અને મંગળવારના તંત્રીપાને  ’દૃષ્ટિકોણ’. આ ઉપરાંત જૂનું ફિલ્મસંગીત, કાર્ટૂનકળા, જૂનાં સામયિકો જેવા  રસના વિષયો ધરાવતા ઉર્વીશ ૨૦૦૩થી ’દલિતશક્તિ’ના સંપાદક તરીકે સક્રિય છે.  સામાજિક નિસબત અને સામૂહિક દાયિત્વની આછી થતી જતી આબોહવામાં ઉર્વીશ  કોઠારીની જાગરૂક કલમ એક નવીન ભાત ઉપસાવતી રહી છે. માત્ર લોકોને ગમે તેવું  જ નહિ, જરૂર પડ્યે લોકોએ ગમાડવું જોઈએ એવું પણ લખવું એવા ઉપક્રમને લીધે  ઉર્વીશના લખાણો વિષય, વ્યક્તિ કે વાતને સાંગોપાંગ તાકી શકે છે. જે  ગંભીરતાથી નાગરિક ધર્મ વિશે એ લખે છે એટલી જ હળવાશથી રમૂજ પણ લખી જાણે  છે.